• last year
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના સૌથી ઉત્તરીય વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સાથે જોડવાની માંગ કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી કંટાળી ગયા છે અને હવે ભારત સાથે હાથ મિલાવવાનું કહી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દાયકાઓ સુધી પાકિસ્તાનની સરકારોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમના વિસ્તારનું શોષણ કર્યું.

Category

🗞
News

Recommended