પંજાબના જલંધરથી કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું આજે નિધન થયું છે. તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો જ્યાં તેઓ અચાનક બીમાર પડ્યા હતા. ઉતાવળમાં તેમને ફગવાડાની વિર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અહીં તેમનું અવસાન થયું હતું. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ચાલી રહ્યા હતા ત્યારે તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા. સંતોખ સિંહની તબિયત બગડતાં જ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા રોકી અને તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Category
🗞
News