• 2 years ago
રશિયાએ યુક્રેનના શહેરો પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે. અહેવાલ અનુસાર, રશિયાના મિસાઈલ હુમલાથી યુક્રેનના દક્ષિણ-પૂર્વ શહેર ડેનેપ્રોમાં તબાહી મચી ગઈ છે. આ હુમલામાં એક એપાર્ટમેન્ટનો એક ભાગ ધ્વસ્ત થયો હતો જેમાં લગભગ 12 લોકોના મોત થયા હતા અને 64 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના ઉર્જા મંત્રી જર્મન ગાલુશ્ચેન્કોએ કહ્યું હતું કે, રશિયાના મિસાઈલ હુમલાને કારણે યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાં ઈમરજન્સી બ્લેકઆઉટની સ્થિતિ છે.

Category

🗞
News

Recommended