આજે એટલે કે રવિવારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી, 2023ના રોજ આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડશે. સત્તાવાર માહિતી અનુસાર, દેશની આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના તટીય શહેર વિશાખાપટ્ટનમ સુધી દોડશે. જે 8 કલાકમાં લગભગ 700 કિમીનું અંતર કાપશે. તે બંને રીતે રાજમુન્દ્રી, વિજયવાડા અને વારંગલમાં રોકાશે. આ દક્ષિણ ભારતની બીજી વંદે ભારત ટ્રેન અને દેશની આઠમી વંદે ભારત ટ્રેન હશે. દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન મૈસુરથી ચેન્નાઈ સુધી દોડી રહી છે
Category
🗞
News