દીવ પ્રશાસન ફરી વિવાદમાં જોવા મળ્યો છે. બ્લુફ્લેગ બીચ પર બ્લુ ફ્લેગના કર્મચારીએ અમદાવાદના પ્રવાસીઓને બીચ પર કૂતરો લઈ જવાની મનાઈ કરી અને મહિલાને થપ્પડ મારી હતી. કર્મચારી ખુદ પીધેલ હાલતમાં જોવા મળ્યો હતો. મહિલાને થપ્પડ મારતા મહિલાઓએ કર્મચારીની ધોલાઈ કરી હતી. ઇજાગ્રસ્ત કર્મચારી અને મહિલા તમામ દવાખાને દાખલ થયા હતા. પ્રશાસન દ્વારા બનાવને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Category
🗞
News