• 2 years ago
રવિવારે એટલે કે 15મી જાન્યુઆરીના રોજ નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જીવતો બહાર કાઢી શકાયો નથી. આ વાત નેપાળ સેનાના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહી છે. તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી. આજે સવારથી ફરી સર્ચ ઓપરેશન શરૂ થશે.

રવિવારે પોખરામાં વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની તાકીદની બેઠક બોલાવી હતી. આ સાથે નેપાળના ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

Category

🗞
News

Recommended