ભારતના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સોમવારે એક પોસ્ટ કરીને રજત કુમાર અને નિશુ કુમારનો આભાર માન્યો હતો. જેમણે કાર અકસ્માત બાદ તેમની મદદ કરી હતી અને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ ગયા હતા. ઋષભે ટ્વિટર પર તેમની માતા સાથે ઉભેલા બે લોકોની તસવીર શેર કરીને ટ્વિટ કર્યું છે. પંતે આગળ લખ્યું કે "હું વ્યક્તિગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ હું આ બે નાયકોનો આભાર માનું છું જેમણે મારા અકસ્માત દરમિયાન મને મદદ કરી અને હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચ્યો તેની ખાતરી કરી. રજત કુમાર અને નિશુ કુમારનો આભાર. હું હંમેશા આભારી રહીશ અને તમારા માટે ઋણી છું." હાલ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Category
🗞
News