હાલ સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 21મીએ વહેલી સવારે વરસાદ અને હિમવર્ષાની પ્રક્રિયા ચાલુ રહેશે. 23 અને 25 જાન્યુઆરી સુધીમાં તેમાં વધારો થવાની ધારણા છે.
Category
🗞
News