બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ડ્રોન દ્વારા ભારતમાં હથિયારોની દાણચોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પંજાબના ગુરદાસપુરમાં BSFએ પાકિસ્તાની ડ્રોનને ભારતમાં ઘૂસતા અટકાવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પછી, હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.