• yesterday
છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળતા હતા કે આ બાબુ રાજ ચાલી રહ્યું છે, અને બાબુઓ ભ્રષ્ટ છે. સામાન્ય નાગરિકોને કામ કરાવી આપવા માટે રૂપિયા લઈ અને હેરાન પણ કરે છે. ખોટા કામ તો ઠીક, સાચા કામ માટે પણ હેરાન કરે છે. આવું સાંભળતા હતા. આવી અનેક ફરિયાદો થતી હતી. ત્યાં સુધી માની પણ લઈએ કે આ કળિયુગ છે. આવું હોય. પણ હવે જે કિસ્સો સામે આવ્યો છે ચોકાવનારો છે. એક સરકારી વિભાગ એના જ કર્મચારીઓ પાસે, એના જ વિભાગના અધિકારીઓ રૂપિયા માંગે ને, ત્યારે એમને ગીધ જ કહેવા પડે. અને એ પણ કેવા મૃત વ્યક્તિઓને, એમના પરિવારજનોને મળતી સહાય માટે રૂપિયા કોઈ માંગે તો એને શું કહેવાય? ગીધ ન કહું તો શું કહી શકું?

PGVCL આપણી સૌરાષ્ટ્રની વીજળીની કંપની. કોવિડના સમયે વીજળીની તમામ કંપનીઓના કર્મચારીઓએ રાત દિવસ એક કર્યો. જીવના જોખમે વીજળીનો પુરવઠો યથાવત રાખ્યો. કોવિડના સમયે જે પણ વીજ કંપનીઓના કર્મચારીઓનું મૃત્યુ થયા હતા, એમને કોરોના વોરિયર્સ ગણીને 25-25 લાખ રૂપિયાની તેમના પરિવારજનોને સહાય આપવાની સરકારે જાહેરાત કરેલી. ત્યારબાદ એના પરિપત્રો પણ બનેલા.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જ કેટલાક કર્મચારીઓને 25-25 લાખ રૂપિયા જે આપવાના હોય એ પેટે, એમના પરિવારજનો પાસે 10-10 લાખ રૂપિયાની લાંચ મંગાવી. બે અધિકારીઓએ લાંચ માંગી, એવો તેમની ઉપર આરોપ છે.

Category

🗞
News

Recommended