નવસારીના બીલીમોરામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ.. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વાલ્મિકીવાસમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા રહિશોએ કર્યો વિરોધ.. સ્થાનિકોનો આરોપ છે કે DGVCLની ટીમે કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ઘરોમાં ઘુસીને સ્માર્ટ મીટર લગાવી દીધા છે.. અગાઉથી કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર જ ઘરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો.. સ્થાનિકોએ DGVCLના કર્મચારીઓનો ઘેરાવ કરીને સ્માર્ટ વીજ મીટર લગાવવાનો વિરોધ કર્યો.. DGVCLના કર્મચારીઓના જણાવ્યા અનુસાર બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં એક હજાર 500થી વધુ સ્માર્ટ વીજ મીટર લાગી ચુક્યા છે..
Category
🗞
News