Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
ખાનગીનો મોહ છોડીને સરકારી શાળામાં પ્રવેશ માટે સુરતમાં લાગી વાલીઓની લાઈન. લાંબી લાંબી કતારમાં ઉભેલા વાલીઓના આ દ્રશ્યો મોટા વરાછા વિસ્તારના છે. નગર પ્રાથમિક સમિતિની શાળા નંબર 334 અને શાળા નંબર 346માં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓની લાઈનો લાગી. અહીં 600 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 4થી 5 હજાર જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા. આટલી મોટી સંખ્યામાં પ્રવેશ ફોર્મ ભરાતા શાળા સંચાલકોએ ના છુટકે ડ્રો કરીને પ્રવેશ આપવાની ફરજ પડી છે. કેમ ખાનગી શાળામાંથી દાખલો કઢાવી સરકારી શાળામાં વાલીઓ પ્રવેશ કરી રહ્યા છે. એવું તે શું કારણ છે કે, સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે. આવો સાંભળી લઈએ વાલીઓને

Category

🗞
News

Recommended