Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
રાજ્યમાં કુલ 149 નગરપાલિકા. જેમાંથી ફેબ્રુઆરી અને માર્ચનો પગાર બાકી હોય તેવી 17 નગરપાલિકા છે. કુલ 149 નગરપાલિકા. જેમાંથી 6 નગરપાલિકા એવી છે જેનું વોટર વર્કસ...સ્ટ્રીટ લાઈટ...ડ્રેનેજનું બિલ ભરાઈ ચૂક્યું છે. બાકીની 143 નગરપાલિકા એવી છે જેનું...191 કરોડ 42 લાખથી વધુનું વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજનું બિલ ભરવાનું બાકી છે. વીજબીલો બાકી છે તેવી નગરપાલિકાઓને લોન લેવાની હોય તેની દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લાની નવ નગરપાલિકાઓ છે કંગાળ સ્થિતિમાં. મહીપરી યોજનાના પાણી અને વીજળીનું કરોડો રૂપિયાનું બિલ બાકી છે. સૌથી વધુ દેવા તળે દબાયેલી સાવરકુંડલા નગરપાલિકા છે. આ વિસ્તારમાં 52 જેટલા પાણીના બોર આવેલા છે. મોટાભાગના વિસ્તારમાં બોર આધારિત પાણી લોકોને પુરું પાડવામાં આવે છે. બોરના કારણે વીજળીનું મહિને 75 લાખ રૂપિયા જેવું બિલ આવે છે. અને 52 બોરના મેન્ટેનસનો ખર્ચ મહિનાનો 30 લાખ રૂપિયા જેવો થાય છે. હાલની સ્થિતિએ સાવરકુંડલા નગરપાલિકાને 58 કરોડ 77 લાખ રૂપિયા વોટર વર્કસ કનેક્શનના ચૂકવવાના બાકી છે. 35 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઈટના ચૂકવવાના બાકી છે. મહીપરી યોજનાનું પાણીનું 4 કરોડ 59 લાખ રૂપિયા બિલ ચૂકવવાનું બાકી છે.

Category

🗞
News

Recommended