Skip to playerSkip to main contentSkip to footer
  • today
સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર આરોપીની મહેસાણા પોલીસે કરી ધરપકડ... હસમુખ વરિયા નામના ઠગબાજે વીજાપુરના દેવપુરા ગામના ભરત પટેલને એકના ડબલ કરવાની અને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી. એટલું જ નહીં. પોતાની ચાલબાજીથી 7 હજાર રૂપિયાનો વરસાદ કરીને દેખાડ્યો. બાદમાં 2 મહિના બાદ હસમુખે ભરત પટેલની તેમના ગુરુ કમલેશ ઉર્ફે મહાકાલ મનુ જોશી સાથે મુલાકાત કરાવી. ગુરુ કમલેશે સ્મશાનમાં તાંત્રિક વિધિ કરીને પૈસાનો વરસાદ કરાવવા માટે 5 લાકની માગ કરી. આંગડિયા મારફતે 2 લાખ રૂપિયા ભુજ મોકલવા કહ્યું. ભરત પટેલે આ વાતની જાણ પોતાના ભત્રીજા પીયૂષને કરતાં તેણે પણ લાલચમાં આવીને તાંત્રિક વિધિ માટે સાડા પાંચ લાખ રૂપિયા આંગડિયાથી મોકલ્યા હતા. જો કે, બાદમાં કમલેશે દેવપુરા સ્મશાનમાં રાત્રે બોલાવીને એક થેલો આપ્યો હતો. તેને 3 દિવસ પછી ખોલવાનું કહ્યું હતું. જો કે, બાદમાં છેતરાયાનો ખયાલ આવતા ભરત પટેલે હસમુખ વરિયા અને તેના ગુરુ કમલેશ જોશી સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ બંને આરોપીને એક વર્ષથી શોધી રહી હતી. આ દરમિયાન વીજાપુરના સ્મશાનમાં કોઈ વિધિ ચાલતી હોવાની જાણ થતાં લોકો ત્યાં પહોંચ્યા અને આરોપીને દબોચી પોલીસના હવાલે કર્યો. આરોપી પાસેથી નકલી પૈસા. માનવ ખોપરી સહિતની વસ્તુ કબજે કરાઈ.

Category

🗞
News

Recommended