નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારના સ્થાનિકોએ કર્યો સ્માર્ટ વીજ મીટરનો જોરદાર વિરોધ.. કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જ DGVCLએ સ્માર્ટ વીજ મીટર લગાવ્યા હોવાનો કામધેનું આવાસના રહીશોનો આરોપ.. કામધેનુ આવાસમાં DGVCLની ટીમે 50થી વધુ ઘરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો.. સ્થાનિકોએ DGVCLની કચેરી પર પહોંચીને સ્માર્ટ વીજ મીટર કાઢવાની માગ સાથે રજૂઆત કરી.. એટલુ જ નહીં..DGVCL કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લેખિતમાં અરજી આપીને સ્માર્ટ વીજ મીટર કાઢીને જુના વીજ મીટર લગાવવાની માગ કરી..
Category
🗞
News