• 5 years ago
Song : Aaj Mare Orde re Avya Avinashi Albel...
lyricist : Shree Premanand Swami
Singer : Abhijit Ghoshal
Music : Ravi Vyas
Publisher : Shree Swaminarayan Temple - Sardhar
inspire : P. Swami Shree Nityaswarupdasji
Label : Kirtan Lyrics Channel
Video editor : Chand Joshi

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોમાં અને દરેક હરિભક્તોના ઘેરે નિત્ય ગવાતા કીર્તનપદો એટલે પ્રેમસખી સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત 'આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ...'
આ કીર્તનપદો એટલે - સંતો ઠાકરોજી સાથે હરિભક્તોના પ્રેમભાવથી તેમના ઘેરે પધરામણી કરવા પધારે ત્યારે ભક્તો દ્વારા કે સંતો દ્વારા આ પદોનું ગાન થાય છે. યા તો કોઈ સમૂહસ્નાન કે ઠાકોરજીના અભિષેક પ્રસંગે કે કોઈ નાના-મોટા ઉત્સવોના માધ્યમથી પણ આ પદોનું અચૂક ગાન અખિલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં થતું જ હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની 'સ્વાભાવિક ચેષ્ટા'ના પદો પછી જોઈ પદોનું ગાન થતું હોય તે છે - શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ આ ઓરડાના પદોનું.
આ ઓરડાના પદો દ્વારા ભક્તજનો શાંતમને એકાગ્રચિત્તે ધ્યાનસ્થ બની ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં નિમગ્ન થઈ શકે તેવા શુભ હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર પ્રસ્તુત અને સંગીતકાર રવિ વ્યાસ દ્વારા રચાયેલા નૂતન સંગીતમય ઢાળમાં અને અભિજીત ઘોસાલના સુમધુરકંઠે ગવાયેલા આ પદો ભક્તોના હૃદયઅંતર સુધી સ્પર્શી અંતઃકરણને નિર્મળ બનાવે છે.

Category

🎵
Music

Recommended