રમત ગમત મંત્રીએ ટ્વિટ કરી કોંગ્રેસ નેતાનો લીધો ઉધડો

  • 2 years ago
ગુજરાતના અપમાન પર હર્ષ સંઘવીનો પ્રહાર સામે આવ્યો છે. જેમાં નતાશા શર્માએ પોતે કરેલ ટ્વિટ પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમાં ટ્વિટ કરી પોતાની ભૂલની માફી માગી છે. જેમાં રમત

ગમત મંત્રીએ ટ્વિટ કરી કોંગ્રેસ નેતાનો ઉધડો લીધો છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતના અપમાન પર કોંગ્રેસ માફી માગે. તથા પ્રતિભાયુક્ત ખેલાડીઓની માફી માગવી

જોઈએ.

રમત ગમત મંત્રીએ ટ્વિટ કરી કોંગ્રેસ નેતાનો લીધો ઉધડો

હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કોંગ્રેસ નેતા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ખેલાડીઓનું અપમાન બંધ કરવું જોઇએ. દેશના ખેલાડીઓ 61 મેડલ જીત્યા છે અને તેમની સખ્ત મહેનતનું આ

પરિણામ છે. અને જો વાત ગુજરાતની કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સમાં 5 મેડલ ગુજરાતીઓએ જીત્યા છે.

ગુજરાતના અપમાન પર કોંગ્રેસ માફી માગે: સંઘવી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાએ દ્વારા તમામ હદો પાર કરીને ગુજરાતીઓનું અપમાન કરીને નીચા બતાવવાની કોશિશ કરી છે. મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી નતાશા શર્માએ

ટ્વિટ કરીને કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓને કોઈ મેડલ મળ્યા? કે પછી ગુજરાતીઓ બેન્ક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે. જો કે તેમનું આ ટ્વિટ થોડીવારમાં વાયરલ

થવા લાગ્યું હતું અને લોકોએ તેમને ટ્રોલ કરવાના શરુ કર્યા હતા. જેના પર રાજ્યના ગૃહમંત્રી અને ખેલમંત્રી હર્ષ સંઘવીએ સીધો પ્રહાર કોંગ્રેસ પર જ કર્યો છે.

Recommended