આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના નાણા મંત્રી આપ્યું રાજીનામું

  • 2 years ago
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઈશાક ડાર નવા નાણામંત્રી હશે. દારને નાણામંત્રી બનાવવાનો ઔપચારિક નિર્ણય શનિવારે લંડનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના ભાઈ નવાઝ શરીફ વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. મિફતાહ ઈસ્માઈલ અને ઈશાક ડાર સિવાય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અન્ય નેતાઓ બેઠકમાં હાજર હતા. ઈસ્માઈલે તેમનું રાજીનામું નવાઝ શરીફને સુપરત કર્યું, જેઓ ભ્રષ્ટાચારના મામલામાં દોષિત થવાને કારણે રાજકારણથી દૂર છે, પરંતુ તેમના નિર્ણયોને પાર્ટી માટે બંધનકર્તા માનવામાં આવે છે.

Recommended