દ્રોપદી મુર્મૂ જેવા રાષ્ટ્રપતિ કોઇ દેશને ના મળે: કોંગ્રેસ નેતાએ કર્યું અપમાન

  • 2 years ago
દ્રૌપદી મુર્મુને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. ઉદિત રાજના આ નિવેદનની ટીકા થઈ રહી છે અને તેઓ આ મામલે ભાજપના નિશાના પર આવ્યા છે. આ સમગ્ર મામલે વધી રહેલા વિવાદને જોઈને ઉદિત રાજે કહ્યું છે કે આ તેમનું અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. આ સાથે જ ભાજપે કહ્યું કે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ માટે આવું પહેલીવાર નથી થયું. તો ઉદિત રાજના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે.

કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. ઉદિત રાજે ટ્વીટ કરીને લખ્યું કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુજી જેવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. ચમચાગીરીની પણ પદ હોય છે. તેણી કહે છે કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે. જાતે નમક ખાઈને જીવન જીવો તો ખબર પડશે.

Recommended