બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજન કરાયું. જેમાં અલગ અલગ 196થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ. રાજપૂત સમાજના લોકો પર આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલ કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરવાનું સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું. તો સરકાર દ્રારા વિધવા પેન્શન 5000 કરે તેવી રજુવાત સાથે રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30 ટકા કપાતની રાહત આપતા સરકારનો આભાર માન્યો.
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ બીએપીએસ સંસ્થાના હોલ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય રાજપુત સંગઠનના 12 માં વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવેલ જે સંમેલનમાં રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થા ઓના મુખ્ય પ્રતિનિધિઓ આ સંસ્થામાં હાજર રહેલ આજના આ કાર્યક્રમમાં અલગ અલગ 196 સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં સમાજના બંધારણની વાત સમાજના વિકાસની વાત તેમજ આગામી તારીખ 14 એપ્રિલના રોજ રાજપુત અસ્મિતા સંમેલનને એક વર્ષ પૂર્ણ થતું હોય જેની ઉજવણી કરવા અંતર્ગતની ચર્ચાઓ પણ આજના આ સંમેલનમાં તેમજ સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવેલ રાજપૂત સમાજના સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવેલ કે પદ્માવતી ફિલ્મ વિરોધ સમયે નોંધાયેલા કેસો પરત ખેંચવા માટે અગાઉ રજૂઆત કરેલ છે અને ફરી પાછી રજૂઆત કરવામાં આવશે. મહારાજા કૃષ્ણ કુમાર સાહેબ ને ભારત રત્ન એવોર્ડ મળે,સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુજીયમ બને તેમજ તમામ સમાજ માટે વિધવા મહિલાઓને 1200 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા પેન્શન આપવામાં આવે.

Category
🗞
News