પ્રશાસનના પાપે મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ. પીલ્લરોમાં પડ ગઈ છે તિરાડો. છતમાંથી પડી રહ્યા છે પોપડા. દ્રશ્યો વડોદરાના ગોરવા વિસ્તારના છે.. જ્યાં 40 વર્ષ જુની પાણીની ટાંકી બની છે જર્જરીત.. 50 હજારથી વધુ લોકોને પીવાનું પાણી આ જ જર્જરીત ટાંકીમાંથી પહોંચાડવામાં આવે છે.. પરંતુ હવે એ જ પાણીની ટાંકીના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે. સળીયા દેખાવા લાગ્યા છે. પાણીની ટાંકી જર્જરીત થતા મોટી દુર્ઘટના સર્જાવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેટરોને અનેક રજૂઆત કર્યા છતા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.. સ્થાનિકોની માગ છે કે જર્જરીત ટાંકીને જમીનદોસ્ત કરીને નવી પાણીની ટાંકી બનાવવામાં આવે..
Category
🗞
News