Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડેલને નિષ્ફળ ગણાવ્યું હતું. આ સમાચાર ગુજરાતની શાળાઓના પરિણામને લગતા હતા.  ગુજરાતની 157 શાળામાં એક પણ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ ન થયાના સમાચાર અખિલેશે પોસ્ટ કરી ગુજરાત મોડેલ પર પ્રહાર કર્યા હતા. 

જો કે, અખિલેશ યાદવે જે પરિણામને લઈ સવાલ ઉઠાવ્યા છે  તે 2 વર્ષ જૂનું પરિણામ છે.  અખિલેશે લખ્યું કે, ગુજરાત મોડેલ પોતે જ નિષ્ફળ ગયું છે. ગુજરાતની 157  શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માં ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નહીં. આપણે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું! અખિલેશ યાદવને સાથ મળ્યો દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો. અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, આ ગુજરાત મોડેલ છે. આ ભાજપ મોડેલ છે.. જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. કેજરીવાલે આગળ લખ્યું,  આખા દેશને આ લોકો અભણ રાખવા માગે છે. મને એક એવું રાજ્ય બતાવો, જ્યાં તેમની સરકાર હોય અને શિક્ષણનો દાટ ન વાળ્યો હોય.

Category

🗞
News

Recommended