બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ભરઉનાળે પાણી પારાયણ સર્જાઇ છે. જશવંતપુરા ગામમાં પાણીના તળ ઊંડા જતા સિંચાઈ માટે પાણી નથી મળતું. બીજી તરફ, ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગામના સરપંચે પાણી માટે અલગ અલગ બોર બનાવ્યા પરંતુ આ બોર નિષ્ફળ ગયા. ગામના સરપંચે અનેકવાર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી તેમ છતાં કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી.. જસવંતપુરામાં 800થી વધુ પરિવારજનો વસવાટ કરે છે, મોટા ભાગના પરિવારજનો પશુપાલનના વ્યવસાય સાથે સંકડાયેલા છે..પાણીના ન મળતા ગ્રામજનો પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર છે..
Category
🗞
News