સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. આજે 24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 99 હજાર 615 રૂપિયા રહ્યો. તો 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. દેશના સરાફા બજારમાં સોનાનો ભાવ 97 હજારની નજીક પહોંચ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં સરેરાશ 20 હજાર 425 રૂપિયાનો ઉછાળો થયો છે. છેલ્લા 78 વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 1015 ગણો વધારો થયો છે. જ્યાં 1947માં એક તોલા સોનું સામાન્ય માણસ ખરીદી શકતો હતો, તે આજે લક્ઝરી બની ચૂકી છે. સોનાના ભાવ વધવા પાછળ કેટલાય કારણો છે. પહેલું કારણ છે, અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડવોરનો ભય. ઉગ્ર બનતું વેપાર યુદ્ધ. મોંઘવારી અને મંદીની ભીતિ. ડોલર સામે રૂપિયાની નબળાઈ. આ વર્ષે રૂપિયાનું મૂલ્ય 4% ઘટ્યું છે.. દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ. આ તમામના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. આ વચ્ચે અફવાઓએ ઝોર પકડ્યું છે, કેટલાક કહે છે સોનું દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે તો કેટલાક કહે છે કે સોનાનો ભાવ ઘટીને 50 હજાર રૂપિયા થઈ શકે છે.
Category
🗞
News