વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે ખેતસીભાઈનું કહેવું છે કે, એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવા જેવી નોબતમાંથી મુક્તિ મેળવી શકાય છે તેમના મતે આ પ્રયોગથી સાત દિવસમાં જ શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે ખેતસીભાઈનું કહેવું છે કે, આ ઘરેલું પ્રયોગ શરીરને હળવું ફુલ કરી દેશે અને મોટી બીમારીઓથી પણ દૂર રાખશે
Category
🥇
Sports