• 6 years ago
કિશન પ્રજાપતીઃ જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલીઓ હોય પણ, જો મન મક્કમ હોય તો તે સફળતા મળે છે એક હાથ ન હોવાં છતાં ગરબા, ડાન્સ, સ્પોર્ટ્સ અને જિમ્નેસ્ટિક જેવી દરેક સ્પર્ધામાં અવ્વલ આવતી આયુષી એક મિશાલ સમાન છે આયુષીને જન્મતાં જ ‘હીમેન્જિઓ લીમ્ફેન્જિઓમા’ નામની બીમારી હતી જે લાખો લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે આ બીમારીને લીધે આયુષીનો જમણો હાથ તેના પેટ કરતાં પણ મોટો હતો બીમારી સારવાર કરાવવા આયુષીના મમ્મી-પપ્પા કેટલાંય ડૉક્ટરોને મળ્યા પણ, કોઈ ડૉક્ટર તે બીમારી ઓળખી ના શકે અને સારવાર માટે પણ હા ના પાડતાં હતા અમદાવાદના એક ડૉક્ટરે સારવારની હા પાડી અને આયુષી 8 મહિનાની પણ નહોતી થઈ અને ત્યાં સુધી તેના હાથમાં ત્રણ-ત્રણ ઓપરેશન થઈ ચૂક્યા હતાં આયુષીના દરેક ઓપરેશનનો ખર્ચ અંદાજે અઢી ત્રણ લાખ થતો પણ, આયુષીના પિતાને ક્યારેય નાણાકિય ભીડ પડી નથી તેના પિતા કહે છે કે, ‘મારી દીકરી ખરેખર લક્ષ્મી છે’ અંતે આયુષી સાડા ત્રણ વર્ષની થઈ ત્યારે ચેન્નઈમાં એક ઓપરેશનમાં તેનો એક હાથ કાપવો પડ્યો

ઓપરેશન પછી આયુષીને તેના પરિવારે હિંમત આપી આ જ હિંમતે આયુષીમાં છૂપાયેલી કળાઓને ખીલવવાનું કામ કર્યું આયુષી આજે ગમે ત્યાં જાય ત્યાં તે છવાય જાય છે આજે આયુષીના મમ્મી-પપ્પાને ગર્વ છે કે, તેઓ તેમની દીકરીને લીધે ઓળખાય છે આયુષી કહે છે કે- ‘મારે એક હાથ નથી એ કુદરતનો અભિશાપ નહીં પણ, આશીર્વાદ છે’ અને તેમનો આ જ હકારાત્મક અભિગમ સામાન્ય માણસને ઘણું કહી જાય છે

Category

🥇
Sports

Recommended