• 6 years ago
પાકિસ્તાની સેના ફિલ્મો પણ બનાવે છે આવી જ એક ફિલ્મમાં અશ્લીલ આઈટમ સોંગ મામલે વિવાદ થઈ ગયો છે આ ગીતમાં અભિનેત્રી નીલમ મુનીર ખાને ડાન્સ કર્યો છે નીલમે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે, જીવનમાં પહેલી અને છેલ્લી વાર કોઈ આઈટમ સોંગ કરી રહી છું કારણ કે એ સેનાની પ્રપોઝ હતી આ ગીતમાં સ્પષ્ટ બોલિવૂડની ઝલક જોવા મળી રહી છે ગીતના શબ્દોમાં ભારતનો ઉચ્ચાર પણ છે જોકે સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની આર્મીની આ હરકતને વખોડી રહ્યા છે એક યુઝરે તો એટલે સુધી કહી દીધું કે, હવે આગામી સમયમાં પણ જે સૈન્ય પરેડ થશે તેમાં પણ આઈટમ સોંગ્સ વાગશે

Category

🥇
Sports

Recommended