ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લાગેલી આગથી સિડનીમાં ધુમાડાની ચાદર
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લગભગ એક મહિના પહેલા લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી તેના લીધે રાજ્યના અમુક શહેરોમાં પ્રદૂષણ વધી ગયું છે મંગળવારે સિડનીમાં સવારથી જ ધુમાડાની મોટી ચાદર ફેલાયેલી હતી અધિકારીઓ પ્રમાણે, ઝડપી પવનના લીધે જંગલોનો ધુમાડો શહેરોમાં પહોંચી રહ્યો છે તેના લીધે એર ક્વોલિટી ખતરનાક સ્તરે પહોંચી ગઇ છે સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ઘરમાં રહીને શારીરિક પ્રવૃતિઓ રોકવા માટે કહ્યું છે
Category
🥇
Sports