ફરિયાદ લઈને પહોંચેલી મહિલાને મંત્રીએ જાહેરમાં તમાચો માર્યો

  • 2 years ago
કર્ણાટકની બસવરાજ બોમ્માઇ સરકાર ફરી વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. સરકારના મંત્રી વી.સોમન્નાએ જાહેરમાં ફરિયાદ લઇને રજૂઆત કરવા પહોંચેલી મહિલાને તમાચો મારી દેતાં આ વિવાદ સર્જાયો છે. મહિલાનો દોષ એટલો જ હતો કે તે ફરિયાદ લઇને પ્રધાન પાસે પહોંચી હતી. મળતા અહેવાલ મુજબ શનિવારે સાંજે કર્ણાટક ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ ઘટના નોંધાઇ હતી. તે કાર્યક્રમમાં 173 લાભાર્થીઓને જમીનની માલિકીના દસ્તાવેજ સોંપાયા હતા. તે કાર્યક્રમ દરમિયાન જ એક મહિલા જમીનનો માલિકી અધિકાર અપાવવાની ફરિયાદ સાથે પ્રધાન પાસે પહોંચી ગઇ હતી.

Recommended