ખાખીવર્દી ધારીને ખાખીનો કેવો નશો હોય છે તે દર્શાવતો એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. દ્રશ્યો જોજો, પોલીસે પહેલા બાળકના વાળ ખેંચ્યા. પછી મુક્કો માર્યો. આ બાળકનો વાંક એટલો જ હતો કે, તે બંદોબસ્તના રિહર્સલના રૂટમાં ભૂલથી સાયકલ લઈને પહોંચી ગયો. આ સમયે ત્યાં મોરબીના PSI બી.એ ગઢવી ફરજ પર હતા. તેણે બાળકને રોક્યો અને પછી માર માર્યો. આખીય ઘટનાના વીડિયો વાયરલ થતા આખરે PSI બી.એ.ગઢવીને તાત્કાલિક બંદોબસ્તમાંથી હટાવીને મોરબી પરત મોકલી દેવાયા. એટલું જ નહીં.. એક વર્ષનો પગાર વધારો પણ અટકાવી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી.
પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો 7 દિવસ પહેલા અમદાવાદના નરોડામાંથી સામે આવ્યો હતો. અહીં બે ASI વાહન ચાલક સાથે ઝપાઝપી કરતા અને રિવોલ્વરથી ગોળી મારી દેવાની ધમકી આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં પોલીસકર્મી વાહન ચાલકને બેફામ અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

Category
🗞
News