નેતાઓના પ્રવાસનું કેન્દ્ર બન્યું છે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વિશ્વ મહિલા દિવસ પર નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રીના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથની બહેનોને 450 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું...મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં 3 હજાર મહિલા પોલીસ કર્મચારી ખડેપગે હતી. સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીએ 8 લખપતિ દીદી સાથે અંદાજે 30 મિનિટ સુધી સંવાદ કર્યો. બાદમાં 700 મીટરનો રોડ શૉ યોજ્યો. ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી સભા સ્થળે પહોંચ્યા. અને સંબોધન કર્યું.
Category
🗞
News