Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 10 હજારની લેતીદેતીમાં યુવકને મરાયો ઢોર માર.. ત્રણથી ચાર શખ્સો બેરહેમીથી યુવક પર કરતા રહ્યા લાતો અને પટ્ટાનો વરસાદ. વાયરલ વીડિયો 10 એપ્રિલનો છે. વિકી નામના શખ્સના સાગરીતોએ યુવકને ઢોર માર માર્યાનો આરોપ છે. 

અમદાવાદ બે લેણદારોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી. મોહબ્બત શેખને દેવું થઈ જતા બાઇક ગીરવે મૂકી મિત્ર દિલસાન પાસેથી 30,000 ઉછીના લીધા હતા. મહોબતે બાઈકના હપ્તા ન ભરતા દિલશાને હપ્તાના 14,000 પણ ભર્યા હતા. જેથી દિલશાને મહોબત પાસેથી 44 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. તો બીજી તરફ મોહબતે ફોરેક્સ ટ્રેડ કરવા માટે અન્ય મિત્ર રેહાન પાસેથી 25 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. તેની સામે દસ-બાર હજાર રૂપિયા પરત પણ આપ્યા હતા. જો કે, દિલસાન અને રેહાન મોહબ્બત પાસે બાકીના રૂપિયા લેવા માટે દબાણ કરતા હતા. જેને કારણે કંટાળીને મહોબતે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી નાખી. આ મુદ્દે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

Category

🗞
News

Recommended