Skip to playerSkip to main contentSkip to footer
  • today
રાજ્યમાં ભાજપના બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નિમણૂકો આવતીકાલે, ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.

આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર થયા બાદ, ગુજરાત ભાજપના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકનું કાર્ય પૂર્ણ થઈ જશે. આ સાથે, રાજ્ય સ્તરના સંગઠન માળખાની રચના એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરશે. જિલ્લા અને શહેર સ્તરના પ્રમુખોની નિમણૂક પૂર્ણ થયા બાદ, સૌની નજર હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર રહેશે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આગામી ૧૫ દિવસમાં એટલે કે મે મહિનાના મધ્ય સુધીમાં થઈ શકે છે.

Category

🗞
News

Recommended