સિંહ શા માટે રાજા #jayesh thakrar # મોટિવેશન #leadership # sandesh bhavnagar

  • 4 years ago
13 સપ્ટેમ્બર,2020ના 'સંદેશ'ની ભાવનગર આવૃત્તિના વાર્ષિક સમારોહમાં નિવાસી તંત્રી જયેશ ઠકરારની સ્પીચ

સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો. ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા. ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે. મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે. સૌરાષ્ટર્માં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિઅ અને આફ્રિકામાં માલૂમ પડે છે. એશિઅમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨ સિંહો છે. સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે. ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને વેલિયા કે વેલર અને ઊંચા દેહવાળાને ગધૈયા એવાં નામ આપ્યાં છે. એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે. આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે. સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે. રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે. છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે. સિંહને એશિઅના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે.

Recommended