• 6 years ago
હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષ એવા છે જેમને પૂજનીય માનવામાં આવે છે. તેનુ કારણ પણ છે. કારણ કે અનેક ઝાડ છોડ ફુલ અને વૃક્ષોની જડમાં વિવિધ દેવતાઓ અને ગ્રહોનો વાસ માનવામાં આવે છે. અને તેમના દ્વારા જીવનની અનેક પરેશાનીઓ કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે. આવુ જ એક ખાસ ઝાડ છે વડનુ. તેને વટવૃક્ષ પણ કહે છે. તેમા દેવતાઓનો વાસ માનવાથી તેને પૂજવામાં આવે છે અને વિશેષ દિવસમાં તો તેની ખાસ પૂજા પણ કરવામાં આવે છે. વડના વૃક્ષને જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ મહત્વનુ સ્થાન પ્રાપ્ત છે. કારણ કે આ ઝાડના પંચગવ્ય એટલે કે ફૂલ ફળ પાન છાલ અને જડ દ્વારા અનેક રોગોનુ નિદાન કરવામાં આવે છે. #BanyanTree #HinduDharm #Jyotish #GujaratiVideo

Category

🗞
News

Recommended