લોક કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પ્રશાસન પર લગાવ્યો ગંભીર આરોપ. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો મોડા આવતા હોવાનો અને દર્દીઓને પરેશાન કરતા હોવાનો હકાભાઈ ગઢવીએ લગાવ્યો આરોપ. બહેનના અકસ્માત થતા સિટી સ્કેન માટે હકાભા ગઢવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેમની સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો. એટલુ જ નહીં.. લુખ્ખાગીરી કરતા હોય તેમ જવાબ આપ્યાનો હકાભા ગઢવીએ આરોપ લગાવ્યો. હકાભા ગઢવીએ લગાવેલા આરોપો બાદ એબીપી અસ્મિતાની ટીમે સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે પણ વાત કરી. જેમાં અમુક દર્દીઓએ તબીબો સમયસર ન આવતા હોવાની ફરિયાદ કરી. એટલુ જ નહીં.. એમઆરઆઈ વિભાગની બહાર દર્દીઓને કલાકો સુધી બેસવુ પડે છે. રિપોર્ટ આપવામાં પણ બે બે દિવસનો સમય લાગતો હોવાનો દર્દીઓ પરિવારજનોએ આરોપ લગાવ્યો. જે અંગે એમ.આર.આઈ વિભાગના ડૉ. હિરલબેન હપાણીએ કહ્યું કે હકાભા ગઢવી આવ્યા ત્યારે એક દર્દીનું એમઆરઆઈ ચાલુ હતુ.. જેથી વચ્ચેથી કઈ રીતે તેમનો વારો લઈ શકાય. દર્દીના સગા સાથે તબીબો ક્યારેક ગેરવર્તન કરતા નથી. ધારાસભ્ય દર્શિતાબેન શાહે કહ્યું કે સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરી છે.. દર્દીને એનેસ્થેશિયા આપવો પડે તેમ હતો. પરંતુ દર્દીએ તે માટે ઈન્કાર કર્યો હતો. જેથી સમય વધુ લાગ્યો. આ અંગે સીસીટીવી ચેક કરાશે.. જો ગેરવર્તન થયુ હશે તો યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરાશે.
Category
🗞
News