• 3 hours ago
Mehsana Video Viral: મહેસાણામાં નિયમોનો સરેઆમ ભંગ, વિદ્યાર્થીઓએ જીવના જોખમે કરી મુસાફરી, VIDEO VIRAL 

મહેસાણામાં નિયમોનો સરેઆમ ભંગ કરીને વિદ્યાર્થીઓને જીવના જોખમે કરાવાઈ મુસાફરી. ટ્રક અને ટ્રેકટરોમાં ઘેટા-બકરાની જેમ ભરી વિદ્યાર્થીઓને કરાવાઈ મુસાફરી. આ રીતે વિદ્યાર્થીઓને જાદુગરનો શો જોવા લઈ જવાયા. શિક્ષણ વિભાગ અને પરિવહન વિભાગની ગાઈડલાઈનનો સંદતર ભંગ થતો જોવા મળ્યો. વિવિધ શાળાના બાળકોને ખીચોખીચ ટ્રેકટરોમાં ભરી સ્થળ પર પહોચાડવામાં આવ્યા. ધગધગતા તાપમાં આ રીતે વિદ્યાર્થીઓએ મુસાફરી કરી. તળેટી અને રામોસણા પગાર કેન્દ્ર શાળાના આ વિદ્યાર્થીઓ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે તેમને આ આયોજન વિશે કશી ખબર નથી. અને સાથે જ શાળાના આચાર્યને નોટિસ આપવાની પણ વાર્તા કરી. ટ્રક અને ટ્રેકટરમાં બાળકો ટાઉનહોલ પહોંચ્યા પણ પ્રશાસન અજાણ હતું..

Category

🗞
News

Recommended