• 1 hour ago
રાજકોટમાં સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે વિરોધ. રેલનગર વિસ્તારમાં આવેલા મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં સ્માર્ટ મીટર નંખાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. અહીં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે. સ્થાનિકોએ ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું..અને આજે પણ વિરોધ કર્યો. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, PGVCLના કર્મચારીઓને ના પાડવા છતાં 56 ફ્લેટમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા. સરકાર પહેલા સરકારી ઓફિસોમાં, અધિકારીઓ પહેલા પોતાના ઘરમાં સ્માર્ટ મીટર નખાવે. જો અહીંથી સ્માર્ટ મીટર નહીં કાઢવામાં આવે તો મોટાપાયે વિરોધ કરવામાં આવશે. બાજુમાં આવેલી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપમાં પણ 448 સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા.

સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી પર વિપક્ષે સ્માર્ટ વીજ મીટર પ્રથા નાબુદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્માર્ટ વીજ મીટરને બદલે સ્માર્ટ શાળા, સ્માર્ટ કચેરી, સ્માર્ટ રોડ-રસ્તાઓની જરૂર હોવાની વિપક્ષે માગ કરી. સાથે જ સરકાર પર આરોપ લગાવ્યા કે, સ્માર્ટ વીજ મીટર પ્રથા લાવીને ભાજપ પ્રજાનું ભારણ વધારવા માગે છે.

Category

🗞
News

Recommended