• 5 hours ago
આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના 23 શહેરો અને 7 જિલ્લામાં વીજળી ડૂલ થઈ.. બપોરના સમયે લાઈટ જતા લગભગ દોઢ કલાક સુધી લોકો ગરમીમાં શેકાયા. જોકે ત્યારબાદ વીજ પુરવઠો પૂર્વવત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વીજ સપ્લાય અટકી જતા કારખાનાઓમાં પણ કામ બંધ થઈ ગયું હતું. સુરતમાં લોકો મોટી સંખ્યામાં ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો... 

DGVCLના અધિકારીએ જણાવ્યું કે 400 KVની હાઈ વોલ્ટેજ લાઈન ટ્રિપ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી સહિતના શહેરોમાં એક કલાકથી વધુ સમય ડાઉન ફેઝ રહ્યો. વીજ પુરવઠો ખોરવાતા 32.37 લાખ લોકો પ્રભાવિત થયા. 

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રિપ થતા સર્જાઈ હતી સમસ્યા. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ. જોકે રેલવે વ્યવહારને કોઈ અસર થઈ નહીં.

Category

🗞
News

Recommended