અમદાવાદમાં જ્વેલર્સના સ્ટાફની સતર્કતાથી લૂંટની ઘટના બનતા અટકી. સીજી રોડ પર આવેલા સુપર મોલમાં પાલમ જ્વેલર્સ આવેલી છે..અભિષેક રાણા. જયેશ રબારી અને ડ્રાઈવર ગાડીમાં 2 કરોડ 40 લાખની કિંમતના દાગીના લઈને પાલનપુર જવા રવાના થવાના હતા. ત્રણેય લોકો બેઝમેન્ટમાં હતા. આ સમયે ત્રણ લૂંટારુ ત્યાં આવ્યા કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી છાંટી લૂટનો પ્રયાસ કર્યો. આ સમયે ત્રણેય કર્મચારીઓએ કારને અંદરથી લોક મારી દીધું. બાદમાં જોરથી હોર્ન વગાડવા લાગ્યા. જેના કારણે ત્રણેય લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા. હાલ તો નવરંગપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી.
Category
🗞
News